280 Views • Dec 3, 2023 • Click to toggle off description
🟠🙏પ.પૂ.મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ
ભકિત નિકેતન આશ્રમ. દંતાલી-પેટલાદ.🙏🧡
🌷🌷🌷
🕉️ પ.પૂ.મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસને ૨૦૨૨ માં ભારત સરકારનાં પદ્મભૂષણશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.🕉️
🇮🇳🇮🇳🇮🇳
** જન્મ તારીખ:- 22 એપ્રિલ 1932
( ચૈત્ર વદ બીજ)
** જન્મ સ્થળ:- મોટી ચંદુર.જિ.પાટણ. (મોસાળ)
** વતન:- મુંજપુર.
** નામ:- ન્હાનાલાલ ત્રિવેદી
** પિતાજી:- મોતીલાલ ત્રિવેદી
** માતાજી:- વહાલીબેન
** ભાઇ: 1. સ્વ.ડાયાલાલ એમ.ત્રિવેદી
2. સ્વ. ચિમનલાલ એમ.ત્રિવેદી
** પૂર્વાશ્રમ:- રાધનપુર અને બીલીમોરામાં નોકરી કરી.
** 1953:-21 વર્ષની ઉંમરે બીલીમોરાથી પગપાળા ગૃહત્યાગ.( વાંચો મારા અનુભવો )
પોણા ભાગના ભારતનું પગે ચાલીને ભ્રમણ.સન્યાસી બનીને પ્રથમ રાત ભીખારીઓ વચ્ચે સુરતની ધર્મશાળામાં વિતાવી.
** 1954:- ગુરુની શોધ અને બ્રહ્મચર્યદીક્ષા : પ્રયાગરાજના કુંભમેળામાં.
** 1955:- વૃંદાવનમાં 'લઘુકૌમુદી' નો અભ્યાસ.કાશીમા 12 વર્ષ સુધી અભ્યાસ.
** 1956:- પંજાબનાં ફીરોજપુર શહેરમાં સ્વામી શ્રીમુકતાનંદજી પાસે સંન્યાસદીક્ષા.
** 1966:- 'વેદાન્તાચાર્ય' (શાંકર વેદાંતના મુખ્ય વિષય સાથે)ની પદવી.યુનિવર્સિટીમા પ્રથમ: સુવર્ણચંદ્રક વિજેતા (બનારસ)
** અમરનાથ યાત્રા ત્રણ વાર.
** કાશીને વિદાય.
** ગુજરાતમાં.
** 1968:- સંપૂર્ણ ભારતયાત્રા.
** 1969:-દંતાલી(પેટલાદ) માં શ્રી ભકતિ નિકેતન આશ્રમ ની સ્થાપના.
** 1970:- પૂર્વ આફ્રીકા નો પ્રવાસ.
** 1973:- સૂઇગામ (બનાસકાંઠા) માં દૂષ્કાળ રાહત કાર્ય.અને 'મહર્ષિ કણાદ ગુરુકુળ' માધ્યમિક શાળા અને છાત્રાલયની સૂઇગામમાં સ્થાપના.
** નડેશ્વરી માતાજી મંદિર (નડાબેટ-ભારત-પાકીસ્તાન સરહદ)નો સંપૂર્ણ વિકાસ અને બારેમાસ સદાવ્રતની સેવા.દર રામનવમીએ લોકમેળો અને હજારો લોકોને ભોજન પ્રસાદ.
** રાજસ્થાનથી કચ્છ સુધીની ભારત-પાકિસ્તાન સરહદ પર સખત ગરમીમાં સેવા આપતાં આપણા BSF ના વીર જવાનોને સાયકલ, વોટર કૂલર અને વારંવાર મિઠાઈ તથા જરૂરી વસ્તુઓનું વિતરણ. તથા હાલમાં નડાબેટ પર જે પ્રવાસનની સુવિધાઓ થઇ છે તેમાં સક્રિય રહીને સંપૂર્ણ સહયોગથી પ્રવાસન ઉદ્યોગને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા અદા કરી.
** ભારતયાત્રા ત્રણ વાર.
** 1974:- દંતાલી-પેટલાદના ભક્તિ નિકેતન આશ્રમમાં સમાજસેવાની પ્રવૃત્તિઓ.
** 1974:- દંતાલી-પેટલાદના ભક્તિ નિકેતન આશ્રમનું ટ્રસ્ટ કર્યું.
તથા વાલમ (તા.વીસનગર) માં બ્રહ્મસુત્ર અને 'ભારતીય દર્શનો' વિશે વ્યાખ્યાનો આપ્યાં જે એમના પ્રથમ પુસ્તક રૂપે પ્રકાશિત થયાં.
** કુલ 85 થી વધુ દેશોની વિદેશયાત્રા દ્વારા તુલનાત્મક અભ્યાસ કરીને જે તે યાત્રા વિશેના સુંદર પુસ્તકો લખ્યાં.
1985:- 'સંસાર રામાયણ' અને' શ્રી કૃષ્ણલીલા રહસ્ય' બંને પુસ્તકોને શ્રીઅરવિંદ સુવર્ણ ચંદ્રક: (ગુજરાતી સાહીત્ય પરિષદ.)
** 1986:- 'મારા અનુભવો' પુસ્તકને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક.
(ગુજરાતી સાહિત્ય પરિષદ.) તથા નર્મદ ચંદ્રક, સુરત તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત.
** પુસ્તક 'વેદાન્ત સમીક્ષા' ગુજરાતી સાહિત્ય દ્વારા પુરસ્કૃત.
** 1987:-'ચાલો, અભિગમ બદલીએ' તથા 'નવા વિચારો' અને 'પૃથ્વી પ્રદિક્ષણા' (1990-91) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત.
** 150 થી વધું પુસ્તકો લખ્યાં છે અને આ પુસ્તકોનો હીન્દી, અંગ્રેજી તથા મરાઠી ભાષામાં અનુવાદ થયાં છે.( સંકલન સાથે તેનાથી વધુ પુસ્તકો.).
** 5000 થી વધું પ્રવચનો દ્રારા સમાજમાં જાગૃતિ લાવી રહ્યાં છે.
** 1988-89: દધીચિ એવોર્ડ:- ('હેલ્પિગ હેન્ડ'-અમદાવાદ).
** આનર્ત એવોર્ડ: મહેસાણા- (ઉ.ગુજરાત)
** શ્રી ગોન્ધિયા એવોર્ડ: રાજકોટ: ધર્મમય માનવસેવા માટે દિવાળીબહેન મહેતા ટ્રસ્ટ (મુંબઈ) દ્રારા એવોર્ડ.
** ગુજરાત દૈનિક પત્રકાર સંઘ દ્વારા 'લોકસાગરને તીરે તીરે' (સંદેશ) માં ચિંતન લક્ષી કટારલેખન માટે એવોર્ડ.
** 1994:-વિદેશયાત્રા.દક્ષિણ અમેરિકા અને અન્ય દેશો.
** 1998-2000:- દ.આફ્રિકા, યુરોપ, ટાન્ઝાનિયા અને ચીનની યાત્રા.
** 2006:- આંદામાન અને ન્યુઝીલેન્ડ તેમજ શ્રીલંકા નો પ્રવાસ.
** 2001:- કચ્છનાં ભુકંપમાં રાપરમાં રાહત કેમ્પ અને સૌનાં માટે રસોડું.તથા જીવન જરૂરી વસ્તુઓ, તાડપત્રી અને ટેન્કરો દ્રારા પાણીની સેવા સાથે નો સેવાયજ્ઞ કર્યો.
** નર્મદા બંધના વિરોધીઓનો વિરોધ કરીને સરદાર સરોવર ડેમ પૂર્ણ કરવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ. અને બંધની ઊંચાઈ વધારવા માટે તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે સદૃભાવના ઉપવાસ આંદોલનમાં સક્રીય રહીને સફળતા અપાવી.
** સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવે તે પ્રોજેક્ટના પ્રણેતા. અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ની ભવ્ય સફળતામાં તન, મન અને ધનથી સમર્પિત રહ્યાં. અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી.
** દંતાલી, કોબા-ગાંધીનગર અને ઊંઝાના ત્રણેય આશ્રમમાં વૃદ્ધાશ્રમો.તથા સેવાકીય પ્રવૃત્તિઓ.
** તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૉલરશિપ અને મફત પુસ્તકો.
** સેવાભાવી મહિલા અગ્રણી તથા સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને એવોર્ડ.
** મૂલ્યનિષ્ઠ સાહિત્યકારનું દર વર્ષે સન્માન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ ને રૂપિયા 300,000 (ત્રણ લાખ) નું દાન.
** લોહીની જરૂરીયાત ને પુરી પાડવા માટે અનેકવાર રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરીને હજારો બોટલ રક્ત બ્લડ બેન્કોને અર્પણ.
** " ક્રાંતિચક્ર" એવોર્ડ રૂ.1,51,00,000 (રૂપિયા એક કરોડ એકાવન લાખ) નું સૌરાષ્ટ્રમાં ચેકડેમ બાંધવા માટે દાન આપ્યું.
આ ઉપરાંત કૉવિડ-19 નાં બીજા વેવમાં પહેલાં કરતાં પણ ભયંકર પરિસ્થિતિ ઉભી થઈ અને બિમાર માણસોને પડતી વિવિધ મુશ્કેલીઓ જોઈને અને તેમાં પણ ઓક્સીજનની અછત જોઈને પુજ્ય સ્વામીજીનું હ્રદય કકળી ઉઠ્યું એટલે તેઓએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ઓક્સિજનનો પ્લાન્ટ ઊભો કરવામાં આવે તે માટે રૂપિયા 3500000 (પાંત્રીસ લાખ પુરા ) આપીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે.
🙏 વ
Metadata And Engagement
Views : 280
Genre: People & Blogs
License: Standard YouTube License
Uploaded At Dec 3, 2023 ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (0/21 LTDR)
100.00% of the users lieked the video!!
0.00% of the users dislieked the video!!
User score: 100.00- Masterpiece Video
RYD date created : 2024-02-26T08:11:13.763569Z
See in json
0 Comments
Top Comments of this video!! :3